અમેરિકામાં મંદિર જતા 4 ભારતીયો ગુમ થયા

અમેરિકામાં ભારતીય સમુદાય માટે એક ખૂબ જ દુઃખદ સમાચાર છે. ન્યુયોર્કથી પેન્સિલવેનિયાની ધાર્મિક યાત્રા પર ગયેલા ભારતીય મૂળના ચાર વૃદ્ધો ગુમ થયા હતા. જો કે હવે ભારતીય મૂળના ચારેય લોકો મૃત હાલતમાં મળી આવ્યા છે.

ભારતીય મૂળના ચાર લોકો ગુમ થયા હતા

ન્યૂયોર્કથી પેન્સિલવેનિયા જતી વખતે ભારતીય મૂળના ચાર લોકો ગુમ થયા હતા. અહેવાલો અનુસાર, ચારેય સીનિયર સિટીઝન છે. તેમની ઓળખ આશા દિવાન (85), કિશોર દિવાન (89), શૈલેષ દિવાન (86) અને ગીતા દિવાન (84) તરીકે થઈ છે.

પરિવાર: ડૉ. કિશોર દીવાન અને તેમના પત્ની આશા દીવાન, તેમજ શૈલેષ દીવાન અને તેમના પત્ની ગીતા દીવાન – બધા 80 વર્ષથી વધુ ઉંમરના હતા. ચારેય બફેલો, ન્યૂયોર્કના રહેવાસી હતા અને એક જ પરિવારના સભ્યો હતા.

ધાર્મિક સ્થળની યાત્રાએ નીકળ્યા હતા: પરિવાર માર્શલ કાઉન્ટી, વેસ્ટ વર્જિનિયામાં આવેલ પ્રભુપાદ પેલેસ ઓફ ગોલ્ડ (ઇસ્કોનનું પ્રખ્યાત ધાર્મિક સ્થળ)ની યાત્રાએ જવા નીકળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *