અમેરિકાનો વેનેઝુએલાની બોટ પર હુમલો, 11ના મોત

મંગળવારે અમેરિકન સેનાએ વેનેઝુએલાની એક બોટ પર હુમલો કર્યો હતો, જેમાં 11 લોકો માર્યા ગયા હતા. હવે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ખુલાસો કર્યો છે કે ટ્રમ્પે પોતે બોટ પર હુમલો કરવાનો આદેશ આપ્યો હતો.

આ હુમલો મંગળવારે કેરેબિયન સાગરમાં થયો હતો. રુબિયોએ કહ્યું કે જો તેઓ ઇચ્છતા હોત તો બોટ કબજે કરી શક્યા હોત, પરંતુ ટ્રમ્પે તેને ઉડાવી દેવાનો આદેશ આપ્યો હતો.

રુબિયોએ કહ્યું કે ફક્ત ડ્રગ શિપમેન્ટ જપ્ત કરવાથી કાર્ટેલ પર કોઈ અસર થશે નહીં. જો આપણે તેને ખતમ કરવા માંગતા હોઈએ, તો આપણે તેમને ઉડાવી દેવા પડશે.

રુબિયોએ એમ પણ કહ્યું કે બોટમાં સવાર લોકોને કોઈ ચેતવણી આપવામાં આવી ન હતી કારણ કે તેમાં ‘કોકેન અથવા ફેન્ટાનાઇલ’ જેવા ડ્રગ્સ ભરેલા હતા. તે અમેરિકા માટે સીધો ખતરો હતો.

અગાઉ, રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો હતો કે જહાજ પર ‘ટ્રેન ડી અરાગુઆ ગેંગ’ના સભ્યો હતા. અમેરિકાએ તેને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે બોટ પર મોટા પ્રમાણમાં ડ્રગ્સ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *