બુધવારે અમેરિકાના જ્યોર્જિયા રાજ્યમાં ફોર્ટ સ્ટુઅર્ટ મિલિટ્રી બેઝ પર એક હુમલાખોરે ગોળીબાર કર્યો હતો, જેમાં પાંચ સૈનિકો ઘાયલ થયા હતા. હુમલા બાદ લશ્કરી બેઝના કેટલાક ભાગોને સીલ કરી દેવામાં આવ્યા હતા. ભારતીય સમય મુજબ બુધવારે રાત્રે 8:26 વાગ્યે આ હુમલાના સમાચાર મળ્યા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘાયલ થયેલા તમામ સૈનિકોને તાત્કાલિક સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી અને બાદમાં વધુ સારવાર માટે વિન આર્મી કોમ્યુનિટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પને પણ હુમલા અંગે માહિતી આપવામાં આવી છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલિન લેવિટે X પર લખ્યું છે કે સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. જ્યોર્જિયામાં ત્રણ શાળાઓને પણ તાળાબંધી કરવામાં આવી છે. મેડિકલ હેલિકોપ્ટર ઘટનાસ્થળે પહોંચી ગયા છે.