અમેરિકન પેટ્રિયટ મિસાઈલનો ઉપયોગ કર્યો

યુક્રેનની વાયુસેનાએ દાવો કર્યો છે કે તેમણે અમેરિકાની પેટ્રિયટ ડિફેન્સ સિસ્ટમથી રશિયાની સૌથી અદ્યતન હાઇપરસોનિક મિસાઇલ ‘કિનજલ’ને નષ્ટ કરી દીધી છે. એરફોર્સના પ્રવક્તા યુરી ઈહનતે યુક્રેનની ચેનલ 24ને આ માહિતી આપી હતી.

તેમણે કહ્યું, ‘રશિયા કહેતું હતું કે અમેરિકાની પેટ્રિયટ મિસાઈલ સિસ્ટમ જૂની છે અને રશિયાના હથિયાર આખી દુનિયામાં શ્રેષ્ઠ છે. હવે ‘કિંઝલ’નું હવામાં જ નષ્ટ થવું એ તેમને જડબાતોડ જવાબ સમાન છે. યુક્રેનને એપ્રિલના અંતમાં પેટ્રિયટ મિસાઇલોની પહેલી બેચ મળી હતી.

રશિયાની સુપર સોનિક મિસાઈલ જેને નષ્ટ કરી દેવાનો યુક્રેને દાવો કર્યો છે. તેમના વખાણ ખુદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કરી હતી. મિસાઈલ અંગે તેમણે કહ્યું હતું કે તે એટલી શક્તિશાળી છે કે પેટ્રિયટ તેને ક્યારેય ઇન્ટરસેપ્ટ કરી શકશે નહીં. રિપોર્ટ્સ અનુસાર, ‘કિંઝલ’ અવાજની ગતિ કરતા 5 ગણી વધુ ઝડપથી ટ્રાવેલ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *