રીબડાનાં અમીત ખૂંટ આત્મહત્યા કેસમાં રાજદિપસિંહ જાડેજાએ પોતાનાં સામે થયેલી પોલીસ ફરિયાદ રદ કરવા હાઇકોર્ટમાં ક્રોસિંગ અરજી દાખલ કરી હતી.જેની હાથ ધરાયેલી સુનાવણીમાં હાઇકોર્ટ દ્વારા કોઈ પણ રાહત આપવા ઇન્કાર કરાતા રાજદિપસિંહે ક્રોસિંગ અરજી પરત ખેંચી છે.
કોર્ટ દ્વારા ફરિયાદમાં અને અમીત ખૂંટની સ્યૂસાઈડ નોટમાં નામ હોવાનું ધ્યાને લેવાયુ હતુ. અમીત ખૂંટે જેતે સમયે અનિરુદ્ધસિંહને જે સજા માફી મળેલી છે.તે હુકમ ગેરકાયદેસર હોય અને ગુજરાત સરકારનાં નિયમ પાલન કર્યા વગરનો હોય સજામાફીનો હુકમ રદ કરવા સરકારમાં રજૂઆત કરી હતી.
આ વાતનો બદલો લેવા અનિરુદ્ધસિંહ દ્વારા અમીત ખૂંટ પર અરજી પાછી ખેંચી લેવા દબાણ કરી તેની ઉપર અન્ય આરોપીઓ મળીને હનીટ્રેપનો કેસ કરાવ્યો હોય આ કારણથી અમીત ખૂંટે આત્મહત્યા કરી છે તેવા તારણનાં આધારે તથા તપાસનાં કાગળો તથા પુરાવા ધ્યાને લઇ રાજદિપસિંહ ને હાઇકોર્ટ દ્વારા કોઇ પણ રાહત આપવા ઇન્કાર કર્યો કર્યો હતો. જેથી રાજદિપસિંહે પોતાની ક્રોસિંગ અરજી પરત ખેંચી છે.