રીબડાનાં ચકચારી બની ગયેલા અમીત ખુંટ આપઘાત પ્રકરણમાં આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાએ અત્રેની સેશન્સ કોર્ટમાં મુકેલી આગોતરા જામીન અરજી કોર્ટ દ્વારા નામંજુર કરી દેવામાં આવી છે.
રિબડાનાં અમિત ખુંટ આપઘાત ઘટનામાં મૃતકના ખિસ્સામાંથી મળેલી સ્યુસાઇડ નોટમાં મરવા મજબુર કરવા અંગે અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ હોય તાલુકા પોલીસમાં તેમની સામે ગુનો નોંધાયો હતો. બનાવ બાદથી જ અનિરુદ્ધસિંહ ફરાર હોય તેમના દ્વારા અત્રેની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરાઇ હતી.
જે કોર્ટ દ્વારા નામંજૂર કરાયા છે. આરોપી ઘણા સમયથી ફરાર છે અને આ કેસનાં અન્ય આરોપીઓ સામે ચાર્જશીટ મુકાયુ હોય જેમા આરોપી ને ફરાર દર્શાવાયા સહિતની સરકારી વકીલ ડોબરીયાની દલીલ બાદ કોર્ટ દ્વારા આગોતરા જામીન નામંજૂર કરાયા હતા.