અમિતાભ, સલમાન અને અક્ષય કુમારની ટીમ સુરતમાં લીગ ક્રિકેટ રમશે

ઇન્ડિયન સ્ટ્રીટ પ્રિમિયર લીગ 2026 સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં રમાશે. આગામી 9 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી 2026 વચ્ચે આ ટૂર્નામેન્ટ રમાશે. આ લીગમાં અમિતાભ બચ્ચન, સલમાન ખાન, અક્ષયકુમાર, અજય દેવગણ, સૈફ અલી ખાન-કરીના કપૂર ખાન, રિતિક રોશન, સૂર્યા, રામચરણ સહિતના સુપરસ્ટાર્સની ટીમ મેદાનમાં ઊતરશે. 8 ટીમ વચ્ચે 10 ઓવરની ટેનિસ બોલની ટૂર્નામેન્ટ રમાશે.

ટૂર્નામેન્ટ માટે 45 લાખ ખેલાડીઓ રજિસ્ટર્ડ થયા ઇન્ડિયન સ્ટ્રીટ પ્રિમિયર લીગ 2026 માટે સિલેક્શનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. દેશના 102 શહેરમાંથી ખેલાડીઓની પસંદગી કરાશે. આ ટૂર્નામેન્ટ માટે 45 લાખથી વધુ ખેલાડીઓ રજિસ્ટર્ડ થયા છે. હવે આ 45 લાખથી વધુ ખેલાડીઓમાંથી પસંદગી કરાશે. દરેક ટીમમાં 18 ખેલાડી હશે. જેમાંથી બે ખેલાડી અંડર 19ના લેવા ફરજિયાત છે. 45 લાખ પૈકી પસંદગી પામેલા 350 ખેલાડીઓને હરાજીના માધ્યમથી અલગ અલગ ટીમાં સમાવવામાં આવશે. IPLની જેમ જ ખેલાડીઓની હરાજી થશે.

સુરતના આંગણે યોજાનારી ઇન્ડિયન સ્ટ્રીટ પ્રિમિયર લીગની ઓપનિંગ સેરેમની IPL જેવી જ રહશે. તેમજ ટીમના માલિકો ટૂર્નામેન્ટ દરમિયાન સુરતના આંગણે પધારે તેવી પણ પ્રબળ સંભાવના છે. આ ટૂર્નામેન્ટને લઇને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં કેટલાક ફેરફારો કરવામાં આવી રહ્યા છે. લાલભાઈમાં 12,000 પ્રેક્ષકોની બેઠક વ્યવસ્થા ઊભી કરાશે. આ સાથે જ મીડિયા પેવેલિયન અને VVIP પેવેલિયનમાં પણ જરૂરી સુધારા-વધારા કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *