અમારા ઘર પાસે પાણી કેમ ઉડાડે છે કહી વેપારી પર 3 શખ્સોનો હૂમલો ​​​​​​​

શહેરના રણુજા મંદિર સામે ભુતનાથ મંદિર પાસે રહેતા જગદીશ કેશાભાઈ વડેચા (ઉ .વ.33) નામના યુવક પર આજે સવારે તુલસી મેવાભાઈ દુદેસિયા, મેવા ડાયાભાઈ દુદેસિયા તેમજ દિનેશ રામશીભાઈએ ઝઘડો કરી લોખંડના પાઇપ વડે હુમલો કરતાં જગદીશને માથામાં ઈજા પહોંચતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.રાત્રે વરસાદ પડેલ હોય, જેથી જગદીશ આજે સવારે પોતાના ઘર પાસે પાણી વાળતો હતો ત્યારે સામે રહેતાં પાડોશી તુલસીભાઈ ઘરની બહાર નીકળી અમારા ઘર સામે શા માટે પાણી ઉડાડે છે કહી ઝઘડો કરી પાઇપ વડે હુમલો કર્યો હતો. હાલ યુવક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જગદીશ ફ્રૂટનો વેપાર કરે છે અને તેને સંતાનમાં બે દીકરા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *