અમરેલી બાદ આજે જામનગરમાં AAPની જનસભા

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 24 માર્ચથી ચાર દિવસ સુધી ગુજરાત પ્રવાસે છે. ગતરોજ અમરેલી બાદ આજે જામનગરમાં ભવ્ય ’વિજય વિશ્વાસ સભા’નું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરના લાલપુરની માર્કેટિંગ યાર્ડ પાસે આ સભા યોજાઈ હતી.

આ મહત્વપૂર્ણ સભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બંને નેતાઓ આજે જામનગરની જનતાને સંબોધિત કરી હતી.

આ તકે અરવિંદ કેજરીવાલે ભાજપ-કોંગ્રેસ પર આક્ષેપો કર્યાં હતા. કેજરીવાલે જણાવ્યું કે, આજથી 30 વર્ષ પહેલા ગુજરાત ભારતનું નંબર વન રાજ્ય હતું, લોકો સમૃદ્ધ અને સુખી હતા, પણ આ 30 વર્ષમાં ભાજપે ગુજરાતને બરબાદ કરી નાખ્યું છે, આજે ગુજરાત તમામ રાજ્યોમાં સૌથી નીચેના ક્રમે આવે છે ભાજપ માત્રને માત્ર કરોડપતિ, અરબપતિ, અમીરોની પાર્ટી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *