અમરેલીના ફૂલઝરના ધીંગાણાની ચિનગારી ક્યાંથી ચંપાઈ?

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ફૂલઝર ગામમાં 5 નવેમ્બરની મોડીરાત્રે લગ્નના ફુલેકામાં ઘોડીને ટ્રેક્ટર અડી જતાં થયેલી બબાલમાં એકની હત્યા થઇ હતી, જ્યારે 10 જેટલા લોકોને ઇજાઓ પહોંચી હતી. આ મામલે બંને પક્ષે સામસામે 50થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાઇ હતી. એમાં 29 પાટીદાર સામે નામજોગ ફરિયાદ થઈ છે. આ ફરિયાદમાં બે એવા લોકોનાં નામ છે, જેમાંથી એક હોટલમાં અને એક હોસ્પિટલમાં દાખલ હતા. આ હિંસક જૂથઅથડામણના ગંભીર પડઘા હવે સુરતમાં પડ્યા છે.

‘​​​​​​લુ​ખ્ખા સામે લુખ્ખા જ પેદા કરો, હવે ફરિયાદી નહીં આરોપી બનો’ ફૂલઝર ગામમાં પાટીદારો પર અસામાજિક તત્ત્વો દ્વારા કરાયેલા હિંસક હુમલો અને ત્યાર બાદ ખોટી રીતે કેસ કરાયાના આક્ષેપોને લઈને સુરતના પાટીદારો મેદાને પડ્યા છે. આ મામલે એક વિશાળ અને મહત્ત્વપૂર્ણ બેઠક પણ યોજાઈ હતી. આ બેઠકમાં પાટીદારો સામે લાગેલી 307ની કલમ નહીં દૂર કરવામાં આવે તો સુરતથી ફૂલઝર જવાની પણ તૈયારીઓ કરી લીધી છે. આ બેઠકમાં હાજર અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું કે, લુખ્ખા સામે લુખ્ખા જ પેદા કરો, હવે ફરિયાદી નહીં આરોપી બનો.

આ ધીંગાણાની ક્યાંથી ચંપાઈ ચિનગારી? આ ઘટનાની શરૂઆત થઈ તેના સીસીટીવી સામે આવ્યા છે. આ વીડિયોમાં જોવા મળે છે કે, ફુલઝર ગામમાં એક લગ્નના ફૂલેકામાં આવેલી ઘોડી રસ્તાની બાજુમાં ઉભી હતી અને પાછળથી ટ્રેક્ટર આવી રહ્યું હતું. પરંતુ જેવું ટ્રેક્ટર તેની નજીક પહોંચ્યું એ સાથે જ ઘોડી થોડી રસ્તા વચ્ચે આવી ગઈ હતી. જેથી પાછળના ભાગે ટ્રેક્ટરનું વ્હીલ સ્હેજ અડી ગયું હતું. આ સાથે જ બે ચાર લોકો ટ્રેક્ટર ચાલક પાસે ધસી ગયા અને તેમાંથી બ્લૂ ચેક્સ શર્ટ વાળા એક વ્યક્તિએ ચાલકને તમાચો મારી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *