અમદાવાદ, સુરત, રાજકોટ, મોરબી અને રાજસ્થાનની ચાર યુવતી સહિત 11 ઝડપાયા, 10 લાખનો મુદ્દામાલ મળી આવ્યો

જૂનાગઢના ગીર પંથકમાં આવેલા એક ફાર્મ હાઉસમાં ચાલતી દારૂની હાઈપ્રોફાઈલ પાર્ટી પર પોલીસે દરોડો પાડી ચાર યુવતીઓ સહિત 11 લોકોને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા લોકોમાં અમદાવાદ, સુરત, રાજકોટ, મોરબી અને રાજસ્થાનના છે. પોલીસે ઘટનાસ્થળેથી 10.53 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસને બાતમી મળી હતી કે, અંબાળા ગામની સીમમાં આવેલા ગીર નેચરલ ફાર્મમાં કેટલાક પુરુષો અને મહિલાઓ દારૂની મહેફિલ માણી રહ્યા છે. આ માહિતી મળતા જ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી રેડ કરી હતી.​ પોલીસે ફાર્મ હાઉસમાંથી દારૂની મહેફિલ માણતા કુલ 11 લોકોને ઝડપી પાડ્યા હતા, જેમાં 7 પુરુષ અને 4 મહિલાઓનો સમાવેશ થાય છે. આ તમામ લોકો ગુજરાતના અલગ-અલગ શહેરો જેવા કે રાજકોટ, મોરબી, સુરત, અમદાવાદ તેમજ રાજસ્થાનના ઉદયપુરના રહેવાસી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *