અમદાવાદમાં બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાનના ક્રેશ બાદ, વિમાન બનાવતી કંપનીના શેરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.
ગુરુવારે યુએસ માર્કેટ પ્રી-માર્કેટ ડીલમાં બોઇંગના શેર 7.8% ઘટીને $197.3 (રૂ. 16,875) થયા હતા, જ્યારે બુધવારે તે $214 (રૂ. 18,305) પર બંધ થયા હતા. આ સતત ત્રીજો દિવસ છે જ્યારે બોઇંગના શેરમાં ઘટાડો થયો છે.
વિમાન અકસ્માત પછી, કંપનીએ કહ્યું, “અમને વિમાન દુર્ઘટનાના પ્રારંભિક અહેવાલોની જાણકારી છે. અમે વધુ માહિતી એકત્રિત કરવા માટે કામ કરી રહ્યા છીએ.”
બોઇંગ 787 ડ્રીમલાઇનર 2012માં એર ઇન્ડિયા દ્વારા ખરીદવામાં આવ્યું હતું. આ વિમાનને દક્ષિણ કેરોલિના પ્લાન્ટમાં હનાવવામાં આવ્યું હતું. તે દિલ્હી-ન્યૂયોર્ક, મુંબઈ-લંડન જેવા લાંબા રૂટ પર ઉડે છે.