અમદાવાદ એરપોર્ટથી રાજકોટ સુધી સીધી STની વોલ્વો AC બસ મળશે

અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પશ્ચિમ ભારતમાં હવાઈ માર્ગ માટે સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. દેશ અને દુનિયાની અનેક ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટથી ડાયરેક્ટ કનેક્ટિવિટી ધરાવે છે. ત્યારે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી અન્ય દેશમાં અને ભારતનાં અન્ય રાજ્યોમાં જવા ઈચ્છતા મોટાભાગના લોકોને અમદાવાદ એરપોર્ટ ખાતેથી મુસાફરી કરવાની હોય છે. ખાસ કરીને સૌરાષ્ટ્રથી ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ મુસાફરી કરવા માટે અનેક મુસાફરો અમદાવાદ એરપોર્ટ પહોંચે છે. ત્યારે તેમની સવલતમાં વધારો કરવા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા રાજકોટથી અમદાવાદ એરપોર્ટ અને અમદાવાદ એરપોર્ટથી રાજકોટ સુધીની બસ શરૂ કરવામાં આવશે. હાલ માત્ર પ્રાઇવેટ બસો મળે છે જેની ટિકિટ મોંઘી છે. એસજી હાઇવેથી ડબલ ડેકર બસ મુસાફર લઈ લે તો ગાંધીનગર પણ એસી બસમાં પહોંચી છે.

સવારે અને સાંજે બસ સેવા પૂરી પાડવામાં આવશે
5 ફેબ્રુઆરી, 2024થી રૂ.553ના ભાડામાં અમદાવાદ એરપોર્ટથી રાજકોટ અને રાજકોટથી અમદાવાદ એરપોર્ટ સુધીની AC વોલ્વો બસ શરૂ કરવામાં આવી રહી છે. આ બસ સેવા શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ સૌરાષ્ટ્રથી આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય મુસાફરી માટે અમદાવાદ એરપોર્ટ તરફ આવનાર મુસાફરોને વધુ સુવિધાસભર બસ કનેક્ટિવિટી મળી રહે. સવારે અને સાંજે બસ સેવા પૂરી પાડવામાં આવશે. મહત્ત્વનું છે કે ભારતમાં પ્રથમ વખત આ પ્રકારે એરપોર્ટ પર અન્ય જિલ્લામાં જવા માટે બસપોર્ટ આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *