અમદાવાદ શહેરમાં ઘણા સમય પછી એક સાથે છ જગ્યાએ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરી દેશી અને ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો છે. એટલું જ નહીં શહેરના પોસ વિસ્તાર ગણાતા સોલામાં પણ દેશી દારૂ વેચાતો હતો. જ્યારે પશ્ચિમના એક વિસ્તારમાં દારૂ સંતાડવા માટે બનાવેલું હાઇડ્રોલિક ભોયરું પણ રેડ દરમિયાન સામે આવ્યું છે. અમદાવાદ શહેરમાં એક સાથે થયેલી આટલી મોટી રેડ ખૂબ જ મોટો ચર્ચાનો વિષય બન્યો છે. પોસ વિસ્તારમાં ચાલુ દારૂના વેચાણ સંદર્ભે એવી પણ ચર્ચા છે કે પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી થઈ ગયા બાદ પણ ગેરકાનૂની દારૂ વેચાઈ રહ્યો હતો.
એસએમસીની ટીમે ગઇકાલે કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા બાપા સીતારામ ચોક પાસે ઉત્સવ ફ્લેટની દુકાનમાંથી 119 દારૂની બોટલો ઝડપી પાડી છે. પોલીસે વેદાંત તિવારી અને શ્રીકાંત તમંચેની ધરપકડ કરી છે. નરોડાના બુટલેગર રાજુ ચૌહાણે બન્ને યુવકોને દારૂનો જથ્થો આપ્યો હતો. એસએમસીએ બન્નેની ધરપકડ કરી કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે.