અમદાવાદના પીરાણાની દરગાહમાં કબરો તૂટી

અમદાવાદ નજીક આવેલા પીરાણા ગામમાં ઇમામશાહ બાવાની દરગાહમાં કેટલીક કબરોને તોડી પાડવાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ આજે સવારે ગ્રામજનોને થતાં દરગાહમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસવડા અને SOG, LCB સહિતનો પોલીસકાફલો પણ તાત્કાલિક પીરાણા ખાતે પહોંચી ગયો હતો. આ કબરો તોડવા મામલે હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે ગ્રામજનોને આ બાબતે સમજાવી અને સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે એ અંગે ખાતરી આપી છે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, પીરાણા ગામમાં ઇમામશાહ બાવાની દરગાહ આવેલી છે. એનાં ટ્રસ્ટ અને દરગાહને લઈને ભૂતકાળમાં પણ અનેક વિવાદ થયા છે ત્યારે આજે સવારે પીરાણાના ગ્રામજનો અને ટ્રસ્ટીઓને દરગાહમાં આવેલી કેટલીક કબરોને​ તોડી હોવાની જાણ થતાં મોટી સંખ્યામાં મુસ્લિમ ગ્રામજનો અને લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું. ​​​​​​આ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવતાં અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસવડા દ્વારા સમગ્ર બાબતને ગંભીરતાથી લઈ SOG, LCB અને જિલ્લા પોલીસવાળા પીરાણા ખાતે પહોંચી ગયા હતા. ઇમામશાહ બાવાની દરગાહમાં જે કબરો તોડવામાં આવી છે એ અંગે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *