ગોંડલ તાલુકાના વાવડીનો વીડી ચોરડી ખાતે રહેતા કિર્તીબેન છગનભાઈ પરમારએ મુખ્યમંત્રી સહિતને પત્ર લખીને રજૂઆત કરી હતી કે વિરપુર પોલીસ સ્ટેશનમાં મેં આઠ આરોપી સામે દુષ્કર્મ, અપહરણ તેમજ ગોંધી રાખી આરોપીઓએ માર મારવા અંગે ફરિયાદ આપી હતી તેમ છતાં મને તેઓના કહ્યા મુજબ સહિ કરી આપવા દબાણ કરાયું અને વીરપુર પોલીસના ગીતાબેને ધમકી આપી કહ્યું હતું કે અમે કહીએ ત્યાં સહી કરી સમાધાન કરી નાખજે.
અેટલું જ નહીં,મેં આ બાબતે એસપીને પણ હકીકતથી વાકેફ કર્યા હતા અને તેમની સુચના બાદ અમને વીરપુર પોલીસ સ્ટેશને બોલાવી ગુનો જુનાગઢ બન્યો હોવાથી ત્યાં જાવ તેવું કહી દેવામાં આવ્યું હતું.ત્યાં ગયા પછી અમને ફરી વીરપુર જવા કહી દેવાયું હતું.
આથી હારી થાકીને મેં મારી ફરિયાદ નહીં નોંધાય તો આત્મવિલોપન કરીશ તેવી ધમકી આપ્યા પછી મેં આત્મવિલોપનનો પ્રયાસ કરતાં રાજકોટ સારવારમા લઇ જવી પડી હતી અને બાદમાં વીરપુરમાં ફરિયાદ નોંધી પરતુ હજુ સુધી આરોપીઓની ધરપકડ કરાઇ નથી. આથી જો હવે મને ન્યાય નહીં મળે તો મુખ્યમંત્રીના નિવાસસ્થાને આવી ઉપવાસ આંદોલન છેડીશ તેવી અંતમાં ચીમકી આપી હતી.