અનુસૂચિત જાતિના અધિકાર મુદ્દે રેલી, ઉચ્ચ અધિકારીઓને રજૂઆત

અનુસૂચિત જાતિ અધિકાર આંદોલન હેઠળ સોમવારે અનુસૂચિત જાતિના મોટી સંખ્યામાં આગેવાનો ત્રિકોણબાગથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી સાથે આગેવાનો પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પરમાર, વશરામ સાગઠિયા, માવજીભાઇ સહિતનાઓએ બેઠક યોજી મનપામાં સફાઇ કામદારોની ભરતી માટે જનરલ બોર્ડનો ઠરાવ નં.164 રદ કરવા, કોઠારિયામાં લેન્ડ ગ્રેબિંગ કમિટી દ્વારા અનુસૂચિત જાતિ ઓબીસી અને અલ્પસંખ્યક સમાજના લોકોને કરેલા અન્યાય તેમજ નાનામવામાં જયભીમનગરમાં અનુજાતિના 700 મકાનનું મનપા અને ભૂમાફિયા જે ડિમોલિશન કરવા માગતાં હોય તો તેનો સખત વિરોધ છે. તેમજ વોર્ડ નં.11માં દસ્તાવેજ ધરાવતા અનુજાતિના લોકોના મકાનો ટીપી રોડનું બહાનું બનાવીને તોડી પાડ્યા છે. તે જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવા જણાવ્યું છે.

મનપા કમિશનરને રજૂઆતમાં પ્રેમમંદિર પાસેના મનપાના પ્લોટમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાવાળી જગ્યામાં ઝૂંપડાંઓ અને રહેણાક મકાનોની ખોટી યાદી તૈયાર કરી છે. જેમાં યોગ્ય કાર્યવાહી કરવા જણાવાયું છે. જ્યારે પોલીસ કમિશનરને રજૂઆતમાં નાનામવા સરવેમાં સૂચિત સોસાયટીવાળી જમીનના મૂળ ખાતેદાર દ્વારા સૂચિત સોસાયટીના સભ્યોને જમીનના વેચાણ દસ્તાવેજ કરી આપ્યા. બાદમાં કિંમત વધતા મૂળ ખાતેદાર દ્વારા બીજી વખત અન્યના નામે વેચાણ દસ્તાવેજ કરી આપ્યા હોય કાર્યવાહી કરવા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *