અનુરાગ ડોભાલે પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લીધા

પ્રખ્યાત યુટ્યુબર અનુરાગ ડોભાલ (UK07 રાઇડર) હાલમાં રિકવરી કરી રહ્યો છે. તેવામાં તે વૃંદાવન ખાતે પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં આશીર્વાદ લેવા પહોંચ્યો હતો. તેણે આનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં અનુરાગ વ્હીલચેર પર બેઠેલો જોવા મળી રહ્યો છે અને બાદમાં તે વોકરના સહારે ચાલીને પ્રેમાનંદ મહારાજ આશ્રમ પાસે પહોંચે છે.

અનુરાગ ડોભાલના જીવનમાં એક નવી ખુશી આવી છે. તાજેતરમાં જ અનુરાગ અને તેની પત્ની રિતિકા એક દીકરાના માતા-પિતા બન્યા છે. અનુરાગે પોતાના દીકરાના જન્મ પર ભાવુક થતા કહ્યું હતું કે, તેનો બીજો જન્મ હવે પોતાના દીકરા માટે છે.

તેની પત્ની રિતિકા ચૌહાણે 27 માર્ચ 2026 ના રોજ રામ નવમીના રોજ તેના પ્રથમ બાળકને જન્મ આપ્યો. આ ખાસ અવસરની જાણકારી રિતિકાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા આપી, જ્યાં તેણે બાળકના પગની તસવીર શેર કરી હતી

રિતિકાએ પોસ્ટમાં લખ્યું કે ‘રામ નવમીના પવિત્ર દિવસે ભગવાને અમને અમારી સૌથી અમૂલ્ય ભેટથી નવાજ્યા છે.’ આ પોસ્ટ સામે આવતા જ ચાહકો અને સોશિયલ મીડિયા યુઝર્સ કપલને સતત શુભેચ્છાઓ પાઠવી હતી.

અનુરાગ ડોભાલ હરિયાણામાં તેના મિત્ર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છોટા દલાલ સાથે રહે છે, જ્યાં છોટા દલાલ તેની સર્જરી પછી સંભાળ રાખી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *