અનિરૂદ્ધસિંહ જાડેજા 2 દિવસના રિમાન્ડ પર

ગોંડલ તાલુકાના રીબડા ગામના ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં દુષ્પ્રેરણાના આરોપસર ગોંડલ તાલુકા પોલીસે અનિરુદ્ધસિંહ જાડેજાની ગત રાત્રે જૂનાગઢ જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવ્યા બાદ, શનિવાર, 20 સપ્ટેમ્બરની રાત્રે તેમને જજના નિવાસસ્થાને રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે તેમના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. તો આ કેસમાં નાસતા ફરતા અતાઉલ્લા ખાનની પણ અટકાયત કરવામાં આવી છે.

આ અંગે ગોંડલ ડિવિઝનના DySP કે.જી.ઝાલાએ કહ્યું કે અમિત ખૂટ આપઘાત કેસમાં આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. ગોંડલ LCB PI વી.વી. ઓડેદરા તથા તેની ટીમ દ્વારા ખાનગી રાહે આ ગુનાના નાસતા ફરતા આરોપી અતાઉલ્લા ખાનની બાતમી મળતા આજે વહેલી સવારે તેની અટકાયત કરવામાં આવી છે.

અતાઉલ્લા ખાનને રાત્રે ગોંડલ કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આવતીકાલે 22 સપ્ટેમ્બર બપોરે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ગુનામાં શું શું ભાગ ભજવ્યો, કેવી રીતે, બીજા કોણ કોણ સંડોવાયેલા છે, તેની પણ આગળની તપાસ કરવામાં આવશે. આ ગુનાની તપાસ ગોંડલ પી.આઈ. એ.ડી. પરમાર ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *