રાજકોટ સહિત રાજ્યભરમાં SIR અંતર્ગત મતદારયાદીની ખાસ સઘન સુધારણા સંપન્ન થયા બાદ મતદારયાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવી છે. જોકે, SIR બાદ હજુ પણ જિલ્લામાં 2.25 લાખ જેટલા મતદાર વર્ષ 2002ની તુલનાએ પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી શકયા ન હોવાથી તેમના નામ અનમેપ કેટેગરીમાં છે ત્યારે ચૂંટણી પંચની સૂચના અન્વયે આવા મતદારોને વધુ એક તક આપવામાં આવી છે.
રાજકોટ જિલ્લામાં આગામી તારીખ 27 અને 28 ડિસેમ્બર અને 3 અને 4 જાન્યુઆરી એટલે કે આગામી બન્ને શનિવાર અને રવિવારના રોજ સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી પોતે જે મતદાન મથકે મતદાર કરતા હોય ત્યાં જ બીએલઓ સમક્ષ પોતાના ઓળખ અંગેના પુરાવા રજૂ કરી શકશે. તેમ રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર ચૂંટણી પંચે જણાવ્યું હતું.
નવા મતદારોની નોંધણી પણ થશે અનમેપ મતદારો માટે યોજાનાર મેગા કલેક્શન કેમ્પ અંતર્ગત નવા મતદાર નોંધણી પણ કરી શકાશે. મતદારયાદીમાં નામ ઉમેરવા માટે માટે 01-01-2026ના રોજ 18 વર્ષ કે તેથી વધુ થતી હોય તે નામ ઉમેરાવી શકશે. તેમજ નામ કમી, સરનામું બદલવા તથા વિદેશમાં વસતા ભારતીય મતદારો માટે ફોર્મ 6A ભરી ફેરફાર કરાવી શકાશે. વધુ માહિતી માટે મતદારો હેલ્પલાઈન નંબર 1950 પર સંપર્ક કરી શકશે.