અઢી માસમાં 6000 લોકોએ લાભ લીધો

લર્નિંગ લાઇસન્સ મેળવવું હવે પહેલાં કરતાં વધુ સરળ અને સુવિધાજનક બની ગયું છે. હવે તમારે RTO ઓફિસમાં વારંવાર ધક્કા ખાવા કે લાંબી લાઇનોમાં ઊભા રહેવાની જરૂર નથી.

સરકારે 7 જુલાઈ, 2025થી ઘેરબેઠાં ઓનલાઈન ટેસ્ટ આપીને લર્નિંગ લાઇસન્સ મેળવવાની સુવિધા શરૂ કરી છે. સરકારે આ સુવિધા શરૂ કરી ત્યારથી અત્યાર સુધીમાં રાજકોટમાં 6000 જેટલા અરજદારોએ આરટીઓ કે આઈટીઆઈમાં ધક્કો થયા વિના ઘેરબેઠાં જ લર્નિંગ લાઇસન્સ મેળવ્યું છે.

અરજદારોને ઘેર કે ઓફિસમાં કમ્પ્યૂટર કે લેપટોપ હોય, ઈન્ટરનેટ કનેક્ટિવિટી હોય, વેબકેમેરાની સુવિધા હોય તેઓ ઘેરબેઠાં આ પ્રક્રિયા કરી શકે છે. જેની પાસે આ કોઈ સુવિધા ન હોય અને ઘેરબેઠાં ન ટેસ્ટ આપવી હોય તો શહેરની જુદી જુદી આઈટીઆઈમાં પણ લર્નિંગ લાઇસન્સ કઢાવવાની સુવિધા ઉપલબ્ધ છે.

લર્નિંગ લાઇસન્સ માટેની ટેસ્ટ આપવા માટે હાલ લોકોએ આઈટીઆઈમાં રૂબરૂ જવું પડતું હોય છે, પરંતુ રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગે લર્નિંગ લાઇસન્સની ટેસ્ટ ઘેરબેઠાં આપી શકાય એવી સુવિધા ઉપલબ્ધ કરાવી છે.

પરીક્ષા આપવા માટે અરજદારનો નંબર આધારકાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે. જેથી મોબાઈલ નંબર પર ઓટીપી આવશે અને તેના આધારે ઓનલાઇન ટેસ્ટ આપી શકાશે. આધારકાર્ડમાં જે વિગતો હશે તે વિગતો એડિટ કરી શકાશે નહીં. તે સિવાયની વિગતો એડિટ કરી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *