રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ તંત્ર દ્વારા ફાયર સેફ્ટીને લઈને કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. જેમાં ફાયર એનઓસી વિનાની અને રીન્યુ ન હોય તે પ્રકારના શાળા, કોલેજો ઉપરાંત ભરવા ફરવાના સ્થળોને પણ સીલ કરી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન પટેલ સરોવર પણ બંધ કરવામાં આવ્યું હતું, પરંતુ અટલ સરોવરમાં ફૂડ કોર્ટ સિવાય ફાયર સેફટીના નિયમોનું પાલન કરવું પડે તેવો એક પણ વિભાગ ન હોય હવે અટલ સરોવર ખોલવા માટે મનપા દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને અટલ સરોવરના અધૂરા પ્રોજેક્ટ પૂરો કરવા માટે કોન્ટ્રાક્ટરને બોલાવવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે