અજાણ્યા શખસો 1.49 લાખનો મુદામાલ ચોરી નાસી છૂટ્યા હતાં

​​​​​​​રવિરાજસિંહ સુખદેવસીંહ જાડેજા (ઉ.વ.39) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ અક્ષર સીક્યુરીટી સર્વીસ નામથી સીક્યુરીટી એજન્સી ચલાવે છે. અવધના ઢાળીયે ધ ગેટ નામની નવી બનતી બીલ્ડીંગમાં તેમના માણસો સિક્યુરિટી તરીકે ફાળવેલ છે. ભાયાભાઈ ભાદરકા નાઈટશીપ માટે નોકરી પર રાખેલ છે. નવાં બનતા બીલ્ડીંગ માટે બીલ્ડર ભાવેશભાઈ દેપાણીએ બિલ્ડીંગ માટે નવુ મટીરીયલ મંગાવેલ તેમા કુલ અલગ-અલગ સાઈઝના 15 બેગ જેમા લોખંડની કપ્લીંગ મંગાવેલ 2160 નંગ જેની કિંમત રૂ.1,49,978 થાય છે. જે સામાન નવા બનતા બીલ્ડીંગની ઓફીસ પાસે ખુલી જગ્યામાં પડેલ હતો. ગઈ તા.21.08.2024ના સવારે 11 વાગ્યાની આસપાસ તેઓ જામનગર હતાં ત્યારે ભાવેશભાઈ દેપાણીનો ફોન આવેલ અને જાણ કરેલ કે, તમે અહીંયા આવો અમારી સાઈટ ઉપર ચોરી થયેલ છે. તેઓ ગઈકાલે જગ્યા પર ગયેલ ત્યારે ભાવેશભાઈએ વાત કરેલ કે, મારી સાઈટના મજૂરો કામ કરતા ન હોય જેથી તેને કામ કરવાનુ કહેતા મજુરે જણાવેલ કે, કપ્લીંગ આવેલ નથી. તેમને કપ્લીંગનો સામાન તા.10.08.2024ના આવી ગયેલ છે અને ઓફીસ પાસે રાખેલ છે અને ત્યાં જોવા જતા સામાન જોવા મળેલ નહી. CCTV ફુટેજ જોતા જાણવા મળેલ કે, તા.15.08.2024 ના વહેલી સવારે 3 અજાણ્યા શખ્સો કપ્લીંગની બેગ લઈ જતા જોવા મળેલ હતાં. જેથી અજાણ્યાં શખ્સો સાઈટ પરથી અલગ અલગ કમ્પ્લેન મળી કુલ રૂ.1.49 લાખનો મુદામાલ ચોરી નાસી છૂટ્યા હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *