વીંછિયા પોલીસે અજમેર ગામની સીમમાં દરોડો પાડી તુવેરના પાક વચ્ચે વાવવામાં આવેલા ગાંજાના વાવેતરને પકડી પાડી આ વાવેતર કરનાર ખેડૂતની ધરપકડ કરી તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી.
ખેડૂતે છૂટક વેચાણ માટે ગાંજાનું વાવેતર કર્યાનું તપાસમાં ખુલ્યું છે. વીંછિયાના પીઆઇ જે.પી. રાવ તથા હેડ કો. દિનેશભાઇ પલાળીયા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. ત્યારે મળેલી બાતમીના આધારે અજમેર ગામની સીમમાં વનરાજ ભૂપતભાઇ ગંજેળીયાની વાડીમાં દરોડો પાડતા ગાંજાનું જંગી વાવેતર મળી આવ્યું હતું. ત્યાં પોલીસે તપાસ કરતા વાડીમાં તૂવેરના પાકની વચ્ચે ગાંજાના સૂકા તથા લીલા છોડ વજન 55 કિલો 580 ગ્રામ કિ.રૂ. 5,55,800 નો જથ્થો મળી આવતા તે કબ્જે કરી ખેડૂત વનરાજ ગંજેળીયાની ધરપકડ કરી હતી. પકડાયેલ ખેડૂત વનરાજ ગંજેળીયાએ છૂટક વેચાણ માટે ગાંજાનું વાવેતર કર્યુ હતું. આ બનાવની વધુ તપાસ વિંછીયાના પીએસઆઈ જે.પી.રાવ ચલાવી રહ્યા છે.