ગોંડલ અક્ષયભારતી ગ્રુપ દ્વારા ઉદ્યોગ નગર કોમ્યુનિટી હોલ ખાતે આજરોજ પવિત્ર શ્રાવણ માસ તેમજ સાતમ આઠમ (જન્માષ્ટમી) તહેવારને અનુલક્ષી રાહતદરે કીટ તૈયાર કરી શહેરમાં રહેતા ગરીબ તેમજ જરીયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવી હતી.
આગામી જન્માષ્ટમી તહેવાર ધ્યાનમાં રાખી રાહતદરે ફરસાણ તેમજ મીઠાઈની કિટ જેમાં તીખા ગાંઠિયા, ભાવનગરી ગાંઠિયા, મિક્સ ચવાણું, સક્કર પારા, સેવ, ડ્રાયફ્રુટ લાડવા, ડ્રાયફ્રુટ મોહનથાળ દરેક ફરસાણ અને મીઠાઈનું 250 ગ્રામ પેકિંગ તૈયાર કરી કીટ તૈયાર કરી માત્ર રૂપિયા 250માં રાહતદરે વિતરણ કરવામાં આવ્યું હતું. દરેક ફરસાણ તેમજ મીઠાઈ શુધ્ધ ઘી, તેલ, વસ્તુઓમાંથી બનાવવામાં આવી હતી.