અક્ષય કુમારે ‘મુંબઈ ક્લીન લીગ’ પહેલ શરૂ કરી

મુંબઈના સ્વચ્છ શહેરી લેન્ડસ્કેપ માટેના પ્રયાસોને મંગળવારે નવી ગતિ મળી, જ્યારે બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે નાગરિકોને શહેરભરમાં સ્વચ્છતા જાળવવા માટે વ્યક્તિગત જવાબદારી લેવા હાકલ કરી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્યાલય ખાતે ‘મુંબઈ ક્લીન લીગ’ના લોન્ચિંગ પ્રસંગે બોલતા, કુમારે ભારપૂર્વક જણાવ્યું કે, મહાનગરને સ્વચ્છ રાખવા માટે માત્ર નાગરિક પ્રયાસો પૂરતા નથી.

અધિકારીઓ અને રહેવાસીઓને સંબોધતા અક્ષય કુમારે કહ્યું કે, ‘મુંબઈ લાખો લોકોને સમાવે છે અને તેની જાળવણી ફક્ત વહીવટીતંત્ર પર છોડી શકાય નહીં. જાહેર સ્વચ્છતા એ સામૂહિક સામાજિક જવાબદારી છે અને નાગરિકોને નિષ્ક્રિય નિરીક્ષક રહેવાને બદલે સક્રિયપણે ભાગ લેવા વિનંતી કરી.’

ડિરેક્ટર પ્રિયદર્શન અને અક્ષય કુમાર 16 વર્ષ પછી ફરી એકસાથે મોટા પડદે ફિલ્મ લઈને પાછા ફરી રહ્યા છે. તેમની ફિલ્મ ‘ભૂત બંગલા’નું તાજેતરમાં ટિઝર રિલીઝ થયું હતું. ટીઝર જોતા જ વર્ષ 2007ની ‘ભૂલ ભૂલૈયા’ની યાદ તાજી થઈ ગઈ હતી. ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત પરેશ રાવલ, રાજપાલ યાદવ, તબ્બુ અને વામિકા ગબ્બી, આ સિવાય જીશુ સેનગુપ્તા, મનોજ જોશી, રાજેશ શર્મા, મિથિલા પાલકર અને દિવંગત એક્ટર અસરાનીની પણ ઝલક જોવા મળે છે. આ ફિલ્મ 10 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ‘ભૂત બંગલા’ ઉપરાંત અક્ષય સૈફ અલી ખાન સાથે ‘હૈવાન’માં પણ જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *