અકાસા એરના કો-ફાઉન્ડર પ્રવીણ અય્યરનું રાજીનામું

અકાસા એરના સહ-સ્થાપક અને ચીફ કોમર્શિયલ ઓફિસર (CCO) પ્રવીણ અય્યરે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેઓ 30 એપ્રિલ 2026 સુધી કંપની સાથે રહેશે જેથી નવી લીડરશિપને જવાબદારી સોંપવામાં મદદ કરી શકે. તેમની જગ્યાએ હવે આનંદ શ્રીનિવાસનને નવા CCO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

પ્રવીણ અય્યર અકાસાની શરૂઆતની કોર ટીમનો ભાગ હતા અને તેમણે એરલાઇનની કોમર્શિયલ સ્ટ્રેટેજી બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

6 મહિનાની અંદર બીજી હાઈ-પ્રોફાઈલ એક્ઝિટ

અકાસા એરમાં છેલ્લા કેટલાક મહિનામાં આ બીજું મોટું રાજીનામું છે. આ પહેલા ઓક્ટોબર 2025માં કંપનીના ઇન્ટરનેશનલ ઓપરેશન્સના વડા અને સહ-સ્થાપક નીલુ ખત્રીએ પણ રાજીનામું આપ્યું હતું.

પ્રવીણ અય્યર એરલાઇનની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય પણ હતા અને તેમને એવિએશન સેક્ટરનો 20 વર્ષથી વધુનો અનુભવ છે. અકાસા પહેલા તેઓ જેટ એરવેઝ અને કતાર એરવેઝ જેવી મોટી કંપનીઓમાં સિનિયર પદો પર કામ કરી ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *