અંબિકા ટાઉનશિપમાં ચોથા માળેથી પડતું મૂકી મહિલાનો આપઘાત

રાજકોટ શહેરનાં અંબિકા ટાઉનશિપના ચોથા માળેથી છલાંગ લગાવી પરિણિતાએ આપઘાત કરી લેતાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. આપઘાતનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના નાનામવા રોડ પર અંબિકા ટાઉનશિપમાં ચોથા માળે ક્વાટરમાં રહેતા નિમિષાબેન જીતુભાઈ શોભાસણા (ઉ.વ.24) નામની પરિણિતાએ ગઈકાલે બપોરે તેના ઘરની ચોથા માળેથી ઝંપલાવી આપઘાત કરી લેતા પરિવારમાં શોક છવાયો છે. પોલીસની તપાસમાં મૃતક મહિલાના લગ્ન 9 માસ પહેલાં થયા હતા અને પતિ કારખાનામાં નોકરી કરે છે. ગઈકાલે તેણી બપોરે કપડાં સૂકવવા જવાનું કહી અગાશી પર ગઇ હતી અને ત્યારબાદ પગલું ભર્યું હતું. મૃતકનાં માવતર વાપી રહે છે. એક પુત્ર અને એક પુત્રીએ માતાની છત્રછાયા ગુમાવતાં ગમગીની છવાઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *