અંતિમયાત્રા તથા ઉઠમણાંના દુ:ખદ સમયે નિ:શુલ્ક ભોજન કરાવે છે

કોઇપણ સમાજ હોય જ્યારે કોઇ પરિવારમાં તેના નજીકના વ્યક્તિનું અવસાન થાય તે સમય પરિવારજનો માટે અત્યંત મુશ્કેલીભર્યો હોય છે. આવા સમયે દરેકને સહાય તથા ટેકાની ખુબ જરૂર હોય છે. આ સમયે કોઇ ટેકો ન હોય તો શું ? આવો જ એક વિચાર સિંધી સમાજના ત્રણ મિત્રોને આવ્યો ત્યાર બાદ તેઓએ રાજકોટ શહેરમાં રહેતા સમગ્ર સિંધી પરિવારના કપરા સમયમાં સહાય કરવાની એક પહેલ કરી.

અન્નપૂર્ણા સેવા નામની સંસ્થા દ્વારા શહેરમાં રહેતા તમામ સિંધી સમાજમાં કોઇ પરિવારમાં સ્વર્ગવાસ થાય ત્યારે ભોજનની નિ:શુલ્ક સેવા આપવામાં આવશે. જેમાં અંતિમયાત્રાના દિવસે, પઘડિયું એટલે કે ઉઠમણાના દિવસે તથા બારમાના દિવસે 50 માણસોનું ભોજન આપવામાં આવશે.

સિંધી સમાજના ત્રણ મિત્રો સુરેશભાઇ ભંભાણી, શ્યામભાઇ ચંદનાણી તથા હરેશભાઇ ટેકવાણીએ જણાવ્યું હતું કે, 1 જુલાઇના રોજ શરૂ કરવામાં આવેલ આ સંસ્થામાં તેઓના લોકો જ્યાં આ દુ:ખદ પ્રસંગ બન્યો હોય ત્યાં પરિવારના સ્થળ પર જ પહોંચીને ભોજન તથા વાસણની જરૂર હોય તે પહોંચાડી ત્યાર બાદ તે લોકો જઇને તમામ સામાન પણ લઇ આવશે. સિંધી પરિવારમાં આવી કોઇ સહાય જોઇતી હોય તે માટે સંસ્થાના મો. 9558422672 પર અથવા સિંધી કોલોની શાકમાર્કેટની સામે, રજવાડી કેટરર્સ સામે સંપર્ક કરવા એક યાદીમાં જણાવ્યું હતું. ભોજન માટે 3 થી 4 કલાક અગાઉ જાણ કરવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *