અંગ્રેજી માધ્યમની 3 સરકારી શાળામાં ડ્રોથી પ્રવેશ

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ હસ્તક ત્રણ અંગ્રેજી માધ્યમની શાળાઓ કાર્યરત છે તેમાં SNK ગૃપના J.H.P. FOUNDATION નાં સહયોગથી મધ્યમ ગરીબ વર્ગના બાળકોને ઉમદા, શ્રેષ્ઠ-કવોલિટીયુકત શિક્ષણ મળી રહ્યું છે. આ શાળામાં કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. આ ઉપરાંત પાઠય પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સાહિત્ય આપવામાં આવે છે. ત્રણ શાળાઓ કવિ નર્મદ અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા (3/9 ગાયત્રીનગર, બોલબાલા માર્ગ), રવિન્દ્રનાથ ટાગોર અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા (સાધુ વાસવાણી માર્ગ) તથા ડો. હોમી જહાંગીર ભાભા અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા (દુધ સાગર માર્ગ)છે. તેમાં નર્સરીના પ્રવેશ માટે જે બાળકોના માતા-પિતા મારફત ફોર્મ જમા કરવામા આવેલ છે, તે તમામ છાત્રોને દર વર્ષની માફક પારદર્શક ડ્રો પદ્ધતિથી પ્રવેશ આપવા માટે આજે પ્રમુખ સ્વામી મહારાજ ઓડિટોરીયમ હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામા આવેલ હતું. કાર્યક્રમમાં હાજર રહેલ નાની દીકરીઓના હસ્તે તમામ ચીઠ્ઠીઓ ખેંચાવામાં આવેલ હતી અને પ્રવેશ મેળવેલ દરેક વિધાર્થીનું નામ જાહેર કરવામાં આવેલ. આ પ્રવેશ પ્રક્રિયામાં શાળા દિઠ 13 દીકરીઓ અને 12 દીકરાઓ એમ કુલ 25 વિધાર્થીઓને ડ્રો મારફત પ્રવેશ આપવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *