શહેરમાં કોઠારિયા રોડ પર અંકુર સોસાયટીમાં મકાનમાં જુગારધામ ચાલતો હોવાની માહિતીને આધારે ભક્તિનગર પોલીસે દરોડો પાડી મકાનમાલિક મહિલા સહીત 10 શખ્સની ધરપકડ કરી હતી.
અંકુર સોસાયટીમાં ચાલતા જુગારધામ પર પીએસઆઇ ગોહિલ સહિતે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતી હસીના નિજામભાઇ પડિયા, દિવ્યા વિજયભાઇ દેવડા, મુકતા હસમુખભાઇ વેકરિયા, કૈલાસ સુરેશભાઇ રોજાસરા, રંજન ગોવિંદભાઇ વાઢેર, નિલોફર અજિતભાઇ હિંગોરા, અનિલ ધીરૂભાઇ દેગામા, કૌશર સલીમભાઇ મેતર અને સોહીલ મજીદભાઇ વોરા સહિતની ધરપકડ કરી તેની પાસેથી રૂ.35 હજારની રોકડ સહિતની મતા કબજે કરી વધુ કાર્યવાહી કરી છે.